News of Thursday, 8th October 2026
રાજકોટના યુવા ફોટો જર્નાલિસ્ટ અભિજીત બગથરીયાનો ૨૧મો જન્મદિવસઃ શુભેચ્છા વર્ષા

રાજકોટઃ સાંધ્ય દૈનિક 'અકિલા' પરિવારના યુવા ફોટોગ્રાફર અભિજીત સંદીપભાઈ બગથરીયાનો આજે તા. ૮ ઓક્ટોબરના રોજ ૨૧મો જન્મદિવસ છે. જીવનના ૨૧ વર્ષ પૂર્ણ કરી ૨૨મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તેમના પર સવારથી જ સ્નેહીજનો, પત્રકાર મિત્રો અને અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. બગથરીયા પરિવારની ત્રણ પેઢી વર્ષોથી પત્રકારત્વ અને પ્રેસ ફોટોગ્રાફીના ક્ષેત્રે અડીખમ સેવા આપી રહી છે. 'અકિલા' દૈનિકમાં સૌપ્રથમ તેમના દાદા અશોકભાઈ બગથરીયાએ પોતાની કેમેરા કળાથી પત્રકારત્વ જગતમાં વિશિષ્ટ ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદ તેમના પિતા સંદીપભાઈ બગથરીયાએ આ પરંપરાને આગળ ધપાવી અને હવે પરિવારની આ ત્રીજી પેઢી તરીકે અભિજીત બગથરીયા પોતાના દાદા અને પિતાના વારસાને ગૌરવભેર આગળ વધારી રહ્યા છે. નાની ઉંમરે ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે આગવી સૂઝબૂઝ ધરાવતા અભિજીતે સ્થાનિક ઘટનાઓથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના અનેક મહત્વના સમાચારો અને કાર્યક્રમોનું સચોટ ફોટો કવરેજ કર્યું છે. કેમેરાની ક્લિક દ્વારા ક્ષણાર્ધમાં સચોટ સ્ટોરી કહી દેવાની તેમની કળાએ મીડિયા જગતમાં બહોળી લોકચાહના અપાવી છે. (મો.૭૯૯૦૬ ૧૪૩૫૦)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
