તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
એડવોકેટ જયેશ ખીમસુરીયાનો જન્મ દિવસઃ ૩પમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૭: યુવા એડવોકેટ જયેશ નાનજીભાઇ ખીમસુરીયાનો જન્મ રાજકોટ જિલ્લાના લોધીકા ગામે થયેલ છે. આજે યશસ્વી જીવનના ૩પમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. અભ્યાસકાળમાં તેઓએ બી.કોમ., એમ.કોલ, એલએલબી., એલએલએમ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી ધારાશાસ્ત્રીની ઉચ્ચતર પદવી પ્રાપ્ત કરેલ છે. વકીલાત ક્ષેત્રે કારકીર્દીની શરૂઆત સાથે તેઓ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સાથે પણ જોડાએલા છે તથા જય એજયુકેશન ટ્રસ્ટ રાજકોટના પ્રેસિડેન્ટ પણ છે. આદરભાવ સ્વભાવ અને કુશળ કામગીરીને લીધે વકીલાતના ક્ષેત્રમાં પણ દરેક જુનીયર તથા સિનીયર વકીલ મિત્રોમાં તેઓ સારી નામના ધરાવે છે. આજે જન્મદિન નિમિતે તેઓના મો. ૯પ૭૪૬ ર૯૬૦૦ ઉપર મિત્રો, સ્નેહીજનો, સગા સંબંધીઓ, એડવોકેટ મિત્રો દ્વારા શુભેચ્છાવર્ષા રહી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
