તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
શહેર કોંગ્રેસ મંત્રી મયુર શાહનો આજે જન્મદિવસ : ‘‘વન''માં પ્રવેશ

રાજકોટ : મોઢ વણિક સમાજના સદસ્ય તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુરભાઇ શાહનો આજે જન્મદિવસ છે. પ૦ વર્ષ પૂર્ણ કરીને તેઓ જીવનના નવા પડાવ ‘‘વન''માં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા આશરે ૧ર વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત એક સામાન્ય કાર્યકર તરીકે કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે તેમજ વોર્ડ નં. ૭ અને ૮માં પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. શ્રીજી બાવા પ્રત્યે તેઓ અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. તેઓ નવનાત વણિક સમાજમાં પણ કામગીરી કરી રહ્યા છે અને ગુજરાત પ્રદેશમાં રાજકીય જવાબદારી સાથે સેવામય છે. તેઓના જન્મદિને તેમના મો. નં. ૯૮૯૮૪૩૮૪૮૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
