News of Wednesday, 9th September 2026
સામાજીક કાર્યકર અનુપમ દોશીનો જન્મદિવસઃ ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જિલ્લાના જસદણ તાલુકાના નાના એવા ભાડલા ગામના મૂળ વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૪૭ વર્ષથી સામાજીક પ્રવૃતિઓ કરતા સામાજિક કાર્યકર્તા અનુપમભાઈ દોશી આજે તેમના જીવનના શિશુ વયથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સનિષ્ઠ સ્વયંસેવક છે. તેઓએ અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ રક્તદાન કેમ્પોનું આયોજન કર્યુ છે. પાંચસોથી વધુ ચક્ષુદાન કરાવીને અનેક લોકોને નવી દ્રષ્ટિનું સુખ મળે તેમાં નિમિત બન્યા છે. આ ઉપરાંત ૫૦થી વધુ દેહદાન કરાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓને ફૂલછાબ એવોર્ડ, પૂજ્ય માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ, સંસ્કાર વિભૂષણ માનપાત્ર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ દ્વારા વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ સહિત સેંકડો એવોર્ડ, પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા છે. દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ૩૭ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત થયા. એસ.બી.આઈ.એમ્પ્લો ઈઝ યુનિયનમાં પણ નાની મોટી જવાબદારીઓ નિભાવી હતી. લેખન, વાંચન, સંપર્ક, પ્રવાસ અને જનસેવાનો વિશેષ શોખ ધરાવતા અનુપમભાઈ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, વિવેકાનંદ યુથ ક્લબ, સાહિત્ય સેતુ, એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન, લેંગ લાઈબ્રેરી, ભાડલા હવેલી, એનજીઓ ફાઉન્ડેશન તેમજ રક્તદાન, ચક્ષુદાન, દેશદાન થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬)
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
