<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

પોરબંદરના કેળવણીકાર ડો.એ.આર.ભરડાનો જન્‍મદિન

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: કેળવણીકાર ડો.એ.આર.ભરડાનો તા.૬ રવિવારના રોજ જન્‍મ દિન છે.

કોળી સમાજ રત્‍ન એવોર્ડ મેળવનાર ડો.વી.આર.ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્‍ટર છે. તેઓ ૭૧ વર્ષ પુરા કરી ૭૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ન્‍યૂ દિલ્‍હી દ્વારા રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦-૨૩ ના ઘડતરમાં સલાહકાર તરીકેનો ઉમદા ફાળો રહ્યો છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગર-રાજકોટ અને પોરબંદરના પ્રિન્‍સિપાલ  પદે રહીને શિક્ષણની ગુણવતા સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરીને ૧૯૯૮ માં જામનગર જિલ્લાને શિક્ષણ ગુણવત્તા સુધારણામાં મોડેલ જિલ્લો બનાવી અન્‍ય જિલ્લાઓ માટે પ્રેરક બનવા બદલ ગુજરાતના તત્‍કાલીન મુખ્‍ય મંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્‍તે એવૉર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.

દેશ-વિદેશ અને રાજ્‍યમાં શ્રેષ્ઠ શિક્ષકોનું ઘડતર કરનાર અને મૂલ્‍ય વાન શિક્ષકો-આચાર્યોનું ઘડતર કરનાર પોરબંદરની રાજ્‍ય સરકાર સંચાલિત શ્રી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ (આર.જી.ટી )ના પ્રિન્‍સિપાલ પદે રહીને પોતાનાથી સવાયા શિષ્‍યો તૈયાર કર્યા છે. પ્રામાણિક અને નિષ્ઠા પૂર્વ ફરજ બજાવી અનેક શાળાઓ, કોલેજો અને વિશ્વ વિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માં એક આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરી રહ્યા છે. તેમનો મો.૯૯૦૯૭-૩૯૭૧૮ છે.

(1:27 PM IST)