<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

જૂનાગઢઃ રાજગોર બ્રહ્મ સમાજના અગ્રણી રાજેશભાઇ મહેતાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧: રાજેશભાઈ મહેતા ,અમદાવાદ જેઓ સમાજના અગ્રણી, દાતા અને ભમાશા છે.તેઓ રા.બ્રા.સંઘના હોદ્દેદાર ,અને સ્‍વામિ જગદીશ્વરાનંદ ટ્રસ્‍ટ,ભાવનગરના ટ્રસ્‍ટી છે.તેઓ બિલ્‍ડર અનેઅમદાવાદમાં શૈક્ષણિક સંસ્‍થાઓ ચલાવેછે.તેમજ અનેક સંસ્‍થાઓમાં પોતાનું યોગદાન આપે છે. સમાજના દરેક કાર્યોમાં તેઓ આર્થિક સહયોગ આપે છે.પૂજ્‍ય મુકતાનંદ બાપુના પરમ સેવક છે અને બાપુના આશ્રમ દ્વારા સંચાલિત તમામ સંસ્‍થાઓમા હાલ સેવા આપે છે.તેઓના જન્‍મ દિવસે આરોગ્‍યમય અને દીર્ઘાયુ જીવન માટે મહાદેવને પ્રાર્થના છે. (મો. ૭૬૦૦૪ ૨૦૪૦૫) તેમ જયંતિભાઇ તેરૈયાએ જણાવ્‍યું છે.

(12:51 PM IST)