News of Tuesday, 1st September 2026
ટંકારા યુવા ભાજપના પૂર્વ મંત્રી પ્રતિક આચાર્યનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૧: ટંકારા માં નાની વયે મોટું નામ ધરાવતા એવા પ્રતીક આચાર્ય તારીખ ૧-૯-૨૦૨૬ ના રોજ જન્મદિવસ હોવાથી અનેક સેવા કાર્ય નો લાભ લીધો હતો અને લાલાભાઈ અનેક સેવા સંસ્થા સાથે જોડાયેલા છે જેમ કે અંધ અપંગ ગૌ-શાળા વાંકાનેર
શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખ ની હોસ્પિટલ રાજકોટ થકી ટંકારા માં આંખ ના મોતિયા ના કેમ્પ મા સેવા આપે છે તેમજ અનેક મેડીકલ કેમ્પ નું આયોજન કરે છે જેમાં નિઃશુલ્ક દર્દીઓ ને કેમ્પનો લાભ અપાવે છે તેમજ ત્રણ વર્ષ ભારતીય જનતા પાર્ટી માં ટંકારા તાલુકા યુવા મંત્રી તરીકે રહી ચુકેલ છે તેમજ અનેક નાના મોટા સામાજિક કાર્યો માં લાલાભાઈ નો ફાળો રહેલ છે અને મોરબી તથા ટંકારા સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ ઉત્સવ ના સભ્ય તરીકે સેવા આપે છે આ તકે તેમના જન્મદિવસ નિમિતે બોહળું મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધી અને શુભેચ્છકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
