<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

રાજકોટના યુવા એડવોકેટ શ્રી ઋષિરાજ જે. ચૌહાણ નો જન્‍મ દિવસ

 

રાજકોટઃ તા.૩૧,   રાજકોટના યુવા એડવોકેટશ્રી ઋષિરાજ જે. ચૌહાણ એ રાજકોટ ખાતે વર્ષ-૨૦૧૧ થી એડવોકેટ તરીકે એડવોકેટ-નોટરી શ્રી હરેશ બી. પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાત ની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ રેવન્‍યુ, સીવીલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેમજ તેઓ વિવિધ શરાફી મંડળીઓમાં લીગલ એડવાઈઝર તરીકે તથા વિવિધ બેન્‍કોમાં પેનલ એડવોકેટ તરીકે અને ઋષિવંશી સમાજ સેવા ટ્રસ્‍ટ-જસદણના ટ્રસ્‍ટી તરીકે તેમજ નરેન્‍દ્રભાઇ મોદી વિચાર મંચ રાજકોટ શહેરના મહામંત્રી તરીકે રહેલા છે. તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે અને રાજકોટ બાર એસોસીએશન ના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળા સ્‍વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે.

  આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી તેઓના સીનીયર એડવોકેટ એન્‍ડ નોટરી શ્રી હરેશ બી. પરસોંડાની ઓફીસ કે જે આર.કે.વર્લ્‍ડ ટાવર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ તેમજ તેઓના કુટુંબીજનો તથા તેઓના વકીલ મિત્રો તરફથી તેમના મોબાઈલ નં. ૯૦૩૩૪૬૮૪૯૯ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(2:58 PM IST)