તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
યુવા એડવોકેટ મિહિર દાવડાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨૯: રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટમાં મિડીયા વિભાગનું સંચાલન કરતા યુવા એડવોકેટ મિહિર પરેશભાઈ દાવડાનો આજે ૨૯ ઓગસ્ટના જન્મદિવસ છે. દિવ્ય કેસરી સમાચાર પત્રના તંત્રી પરેશભાઈ દાવડાના પુત્ર મિહીર દાવડા ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધારાશાષાી સુરેશભાઈ ફળદુના માર્ગદર્શન હેઠળ મિહિરભાઈ દાવડા વકીલાતની પ્રેકિટસ કરી રહ્યા છે. મિહરભાઈ નાની વયથી જ ભાજપ પક્ષમાં સંગઠનમાં કામ કરી રહ્યા છે. તેઓ અનેક વિધ સામાજીક કાર્યો સાથે સંકળાયેલા છે. મિલનસાર તથા હસમુખો, સરળ સ્વભાવના કારણે બહોળુ મિત્રમંડળ ધરાવે છે. તેના શુભેચ્છકો, મિત્ર મંડળ, વકીલ મિત્રો, રાજકીય આગેવાનો તેમના મો.નં. ૯૬૬૨૦ ૬૩૫૦૯ ઉપર અભિનંદન તથા આર્શિવાદની પુષ્પવર્ષા કરી રહ્યા છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
