<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પરશુરામ યુવા સંસ્‍થાન બ્રહ્મઅગ્રણી નિરંજનભાઇ દવેનો જન્‍મ દિવસ

રાજકોટ :.. પરશુરામ યુવા સંસ્‍થાના આદ્યસ્‍થાપક તથા બ્રહ્મસમાજના અગ્રણી નિરંજનભાઈ દવેનો આજે જન્‍મદિવસ છે. તેઓ મંગલમય જીવનના ૬૭મા વર્ષમાં પ્રેવેશ કરી રહ્યા છે.

નિરંજનભાઈ દવે આઈ.ટી.આઈ.માં પ્રોફેસર તરીકે ફરજ બજાવી અનેક યુવાઓની કારકિર્દી ઘડવામાં મહત્‍વપૂર્ણ યોગદાન આપી ચૂકયા છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની ફરજ સાથે તેઓ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે.

બ્રહ્મસમાજ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તેઓ હંમેશા અગ્રેસર રહી સમાજના સંગઠન અને એકતાને મજબૂત બનાવવા સતત પ્રયત્‍નશીલ રહ્યા છે. પરશુરામ યુવા સંસ્‍થાના માધ્‍યમથી યુવાઓને સંગઠિત કરવા તથા સમાજના યુવાનોના સર્વાંગી વિકાસ માટે પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્‍છકો તથા બ્રહ્મસમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને હાર્દિક જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે તથા તેમના સુખી, સ્‍વસ્‍થ અને દીર્ઘાયુ જીવન માટે ૯૪૨૬૯૯૮૯૪૦ શુભકામનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(11:26 AM IST)