<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

પ્રભાવી અને સેવાભાવી શ્રેષ્‍ઠી સુરૂભા જાડેજાનો કાલે જન્‍મદિન

 

રાજકોટઃ લોધીકા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, RTO ક્ષેત્રે ૩૫ વર્ષથી સેવારત તથા ક્ષત્રિય સમાજના ભામાશા સુરૂભા જાડેજાનો કાલે તા.૧પ ઓગષ્‍ટે જન્‍મદિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્‍છા મળી રહી છે.

રાજકોટ-લોધીકા પંથકમાં સેવાભાવ, સમાજસેવા અને મિત્રતાના સંબંધો માટે જાણીતા સુરૂભા જાડેજાનો આજે જન્‍મદિવસ છે. સુરૂભા જાડેજાએ લોધીકા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તરીકે જાહેર જીવનમાં પોતાની જવાબદારી નિભાવી છે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા છતાં વિવિધ સમાજના લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાની તેમની આગવી ઓળખ રહી છે.

તેઓ છેલ્લા ૩૫ વર્ષથી RTOક્ષેત્રે સેવા આપી રહ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં તેમનો બહોળો અનુભવ અને લોકો સાથેનો લાંબો સંપર્ક રહ્યો છે. વર્ષોથી વિવિધ લોકો સાથે જોડાયેલા રહેલા સુરૂભા જાડેજાએ અનેક મિત્રતા અને માનવતાના સંબંધોને મજબૂત બનાવ્‍યા છે. ખાસ કરીને કોરોનાકાળ જેવી અત્‍યંત વિકટ અને વિપરીત પરિસ્‍થિતિમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવીને કરેલી સેવાઓને આજે પણ લોકો યાદ કરે છે. મુશ્‍કેલીના સમયમાં વ્‍યક્‍તિની સાથે ઊભા રહેવું અને શકય તેટલી મદદ કરવીラઆ ભાવનાને તેમણે પોતાના જીવનમાં મહત્‍વ આપ્‍યું છે. મિત્રોમાં તેમની મિલનસાર, મદદરૂપ અને લાગણીશીલ સ્‍વભાવને કારણે ખાસ ચાહના જોવા મળે છે.  સુરૂભા જાડેજાને જન્‍મદિવસની હાર્દિક શુભેચ્‍છાઓ અને અનેક અનેક  અભિનંદનથી ભીંજાઇ રહયા છે. મો. ૯૮૨૪૨ ૯૦૪૭૬, રાજકોટ

(2:30 PM IST)