News of Tuesday, 11th August 2026
જામનગરના પૂર્વ કોર્પોરેટર અને લાયન્સ કલબના સેક્રેટરી ડિમ્પલબેન રાવલનો જન્મદિવસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૧: જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર બે ના પૂર્વ કોર્પોરેટર, ગાર્ડન અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરપર્સન તથા બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલનો આજે જન્મદિવસ છે. ડિમ્પલબેન રાવલે સતત બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને જામનગર મહાનગરપાલિકામાં જનપ્રતિનિધિ તરીકે સેવા આપી હતી, તેઓ જામનગરની વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે.
ડિમ્પલબેન રાવલ ભારત તિબબત સંઘ મહિલા વિભાગ પ્રદેશ ઉપાધ્યક્ષ, લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટના સેક્રેટરી, જામનગરની શ્રી વી.એમ. મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મેનેજમેન્ટ બોર્ડના સભ્ય, ગુજરાત આયુર્વેદ મહાવિદ્યાલય ઈટરા માં એન્ટી રેગિંગ કમિટીના સભ્ય તેમજ જામનગર ચેમ્બર ઓફ કોમર્સની પર્યાવરણ, એજ્યુકેશન તથા હેલ્થ કમિટી, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ વિગેરે સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. ઉનાળાની ઋતુમાં પક્ષીઓને પાણીના કુંડા અને ચકલીઓ માટે માળાનું છેલ્લા ૧૧ વર્ષથી તેમના દ્વારા શહેરજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, તેમજ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને જામનગરની બહેનો તરફથી રાખડીઓ મોકલવાનું દેશભક્તિનું કાર્ય તેવો દ્વારા કરવામાં આવે છે. ડિમ્પલબેન રાવલને મોઃ ૯૪૦૮૯૮૯૮૯૧ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
