News of Tuesday, 11th August 2026
ગાંધીનગર ન્યૂઝ એન્ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજજરનો આજે જન્મદિવસ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૧: ગાંધીનગર ન્યૂઝ એન્ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજજરનો આજે તા.૧૧ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે ત્યારે વિશાળ ચાહકવર્ગ શુભેચ્છા વર્ષા-અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે.
ગાંધીનગર સ્થિત માહિતી નિયામકશ્રીની કચેરીમાં નાયબ માહિતી નિયામક દીલીપ ગજજરનો જન્મ તા.૧૧-૮-૧૯૭૧ના રોજ પેથાપુર, ગાંધીનગર થયો હતો. તેઓએ એમ.એસ.સી. એમ.એડ, માસ્ટર ઓફ જર્નાલિઝમ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તા.૧-૧-૨૦૦૦ના રોજ માહીતી ખાતામાં વર્ગ-૩ માહિતી મદદનીશ તરીકે સરકારી સેવાની શરૂઆત કરી હતી અને આજે નાયબ માહિતી નિયામક ન્યૂઝ એન્ડ મિડીયા રીલેશન શાખા ગાંધીનગર ખાતે કાર્યરત છે. અઢી દાયકાની સેવા દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, સ્વ.વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રીકાળ દરમિયાન તેમની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સાથે પીઆરઓ તરીકે કામ કરવાની તક મળી છે અને એ કામે જ મને ધણુ શીખવ્યું છે તેમ જણાવી દિલીપ ગજજર નિખાલસતાથી વધુ ઉમેરે છે કે, અઢી દાયકાના આ સર્વિસકાળ દરમિયાન મિડીયાના મિત્રોનો તેમજ ખાતાના ઉચ્ચ અધિકારી કર્મચારીઓનો પ્રેમ, લાગણી, માર્ગદર્શન અને સહયોગ હંમેશાં મળ્યો છે અને આજીવન મળતો રહેશે એજ અપેક્ષા સહ સૌનો આભાર વ્યક્ત કર્યો છે. (મો.૯૯૭૮૪ ૪૦૯૪૧)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
