<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ગીર-સોમનાથના વતની-રાજ્‍યસભાના સાંસદ માનસિંહ પરમારનો જન્‍મદિવસ

 

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય  રામસિંહ મોરી દ્વારા) પ્રભાસ પાટણ,સુત્રાપાડા, તા.૧૧: ગીર-સોમનાથના વતની રાજ્‍યસભાના સાંસદ માનસિંહ પરમારનો આજે તા. ૧૧ ઓગસ્‍ટે જન્‍મ દિવસ છે. શપથવિધિના માત્ર થોડા જ દિવસમાં ભારત સરકારે તેમને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકોની બાબતના મંત્રાલયના સ્‍થાયી સમિતિના સભ્‍ય તરીકે નિમણૂક આપી છે જે ગૌરવરૂપ ઘટના છે. પ્રભાસ પાટણ પાસેના કાજલી ગામે તા.૧૧ઓગસ્‍ટ ૧૯૮૧માં જન્‍મેલા માનસિંહ પરમાર બી.ઈ. કેમિકલ  એન્‍જિનિયર તથા એલ.એલ.બી નો અભ્‍યાસ કરેલ છે.

તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચના પ્રમુખ છે તેઓ ૧૯૯૯-૨૦૦૪ એબીવીપી સક્રિય કાર્યકર, ૨૦૦૫-૨૦૦૭ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ, ૨૦૦૮ -૨૦૧૦ જુનાગઢ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ, ૨૦૧૨ -૨૦૧૪ ભાજપ યુવા મોરચા કારોબારી સભ્‍ય,૨૦૧૫-૨૦૨૦ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્‍ય,૨૦૧૬-૨૦૨૦ ગીર સોમનાથ ભાજપ મહામંત્રી ૨૦૨૬ થી રાજ્‍યસભાના સભ્‍ય છે. તેમના જન્‍મદિમે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ (મો.નં.૯૮૨૪૨ ૯૧૭૯૧) પર વહી રહ્યો છે.

(1:19 PM IST)