<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

આઈ.પી.ઓ.અને ફાઈનાન્‍સિયલ કન્‍સલ્‍ટન્‍ટ અમિત માણેકનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ફાઈનાન્‍સિયલ કન્‍સલ્‍ટન્‍ટ અમિત માણેકનો આજે જન્‍મદિવસ છે, તેઓ ભારતભરના નાના અને મધ્‍યમ ઉદ્યોગોને એસએમઈ આઈપીઓ પ્‍લેટફોર્મ પર લિસ્‍ટ થવામાં માર્ગદર્શન અને સમર્થન પુરૂ પાડી રહ્યા છે. ઉપરાંત બીએસઈ એસએમઈ અને એનએસઈ ઈમર્જ જેવા પ્‍લેટફોર્મ પર લિસ્‍ટિંગ માટે જરૂરી તૈયારી, નાણાકીય સલાહ, ડોક્‍યુમેન્‍ટેશન સપોર્ટ અને નિયમનાત્‍મક પાલન જેવી સેવાઓ પૂરી પડે છે. સેબીના માર્ગદર્શકો અને સ્‍ટોક એક્‍સચેન્‍જના નિયમોની ઉંડી સમજ સાથે, આઈપીઓ પ્રક્રિયા સરળ અને સફળ બને તે માટે તેઓ પ્રયત્‍નશીલ છે. મર્ચન્‍ટ બેન્‍કર, સીએ, અને કાનુની સલાહકારોની સાથે મળીને તેઓ એન્‍ડ-ટુ-એન્‍ડ આઈપીઓ સોલ્‍યુશન આપે છે. કન્‍સલ્‍ટિંગ સિવાય અમિત માણેક પોતે પણ મજબૂત ફંડામેન્‍ટલ્‍સ ધરાવતા એસએમઈ આઈપીઓમાં વ્‍યુહાત્‍મક રીતે રોકાણ કરે છે. ઉદેશ સ્‍પષ્‍ટ છે-ઉદ્યોગોને મૂડી બજાર સુધી પહોંચવા માટે સહાય કરવી અને તમને ગતિશીલ વૃધ્‍ધિ માટે તૈયાર કરવી. અત્‍યાર સુધીમાં ઘણા ઉદ્યોગોને જાહેર બજારમાં પ્રવેશ કરવામાં સફળતાપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે. એક યાદીમાં જણાવ્‍યા મૂજબ તેમના કાર્યનું મુખ્‍ય લક્ષ્ય નવનિર્માણશીલ ઉદ્યોગોને લિસ્‍ટેડ એસએમઈ છે. જન્‍મદિવસ નિમિતે તેમને (મો.૯૮૯૮૩૦૦૨૫૨) પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(10:28 AM IST)