<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

એડવોકેટ વિશાલ મારવિયાનો જન્‍મદિવસ

 

રાજકોટ : રેવન્‍યુ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા અને લોકોના વિશ્વાસનું નામ બનેલા એડવોકેટ વિશાલભાઈ મારવિયાનો આજે જન્‍મદિવસ  છે.

મૂળ કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની અને રાજકોટને કર્મભૂમિ  બનાવી છે. રેવન્‍યુ તથા કાયદાકીય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. તેઓની સૌથી મોટી વિશેષતા તેમનું સચોટ કાયદાકીય જ્ઞાન, વર્ષોનો અનુભવ, સરળ સ્‍વભાવ અને ઈમાનદારીથી કામ કરવાની પ્રતિબદ્ધતા છે. તેઓ માત્ર વકીલ તરીકે નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકોને યોગ્‍ય કાયદાકીય માર્ગદર્શન આપનાર એક વિશ્વાસુ વ્‍યક્‍તિ તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. આજે તેમના જન્‍મદિવસે તેઓને શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:07 PM IST)