<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

એડવોકેટ ધવલ દેવડાનો જન્‍મદિવસ

 

રાજકોટ : રેવન્‍યુ, સીવીલ ક્ષેત્રે વકીલાત કરતા એડવોકેટશ્રી ધવલભાઈનો આજે જન્‍મ દીવસ છે. તા.૧૦/૦૮/૧૯૯૨ના રોજ જન્‍મેલા ધવલભાઈ બી.કોમ, એલ.એલ.બી, એલ.એલ.એમ. (એચ.આર.)ના અભ્‍યાસ બાદ બેચલર ઓફ જર્નાલીઝમ એન્‍ડ માસ કોમ્‍યુનીકેશનનો અભ્‍યાસ કરેલ છે. તેઓ હાલ શ્રી ધરતી કો. ઓપ. બેંક લી., શ્રી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો. ઓપ. બેંક લી., શ્રી રાજકોટ નાગરીક સહકારી બેંક લી., ધી કો-ઓપ. બેંક ઓફ રાજકોટ લી.(રાજ બેંક), રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશન (આર.એમ.સી.) અને ગુજરાત ગ્રામ ગ્રુહ નિર્માણ બોર્ડ(જી.એચ.બી.)માં પેનલ એડવોકેટ અને લીગલ એડવાઈઝર તરીકે ભૂમિકા બજાવી રહ્યા છે. તેઓની રેવન્‍યુ તથા સીવીલ ક્ષેત્રની વકીલાતની સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓ ગુજરાત સ્‍ટેટ લીગલ સર્વીસીસ એથોરીટી અમદાવાદ અને રાજકોટ ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વીસીસ એથોરીટીમા, રાજકોટ મધ્‍યસ્‍થ જેલ, લોકમેળા -૨૦૧૬, વિગેરેમાં બે વર્ષથી વધારે પેરાલીગલ વોલન્‍ટીઅર્સ તરીકેની તમામ ફરજોની સફળતા પુવર્કની કામગીરી પુર્ણ કરેલ હતી. તેમજ હાલમાં સામાજીક ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરી અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાઈને સેવાઓ આપી રહ્યા છે તથા વકીલાત ક્ષેત્રે વકીલોમાં યુવા વકીલોનું સારૂ એવું સંગઠન ધરાવી લોકચાહના મેળવેલ છે. આજે તેમના જન્‍મદીવસે માતા-પિતા ઉપરાંત સીનીયર એડવોકેટ તથા જુનીયર એડવોકેટ મિત્રો, સગાસંબંધીઓ, સ્‍નેહીજનો તથા પ્રશાંત પબ્‍લીસીટી એન્‍ડ એડર્વટાઇઝીંગ તરફથી તેઓના મો.-૮૫૩૦૦૦૩૫૫૩ ઉપર જન્‍મદીનની અભિનંદનવર્ષા થઈ રહી છે

(4:07 PM IST)