<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડો.માનસી દેશપાંડેનો જન્‍મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગરની વિશ્વવિખ્‍યાત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્‍સેલર (ઉપકુલપતિ) તરીકે ડો.માનસી દેશપાંડેનો આજે ૬૧મો જન્‍મદિવસ છે. ૮,ઓગસ્‍ટ,૧૯૬૫માં જન્‍મેલા ડો. માનસીબેન દેશપાંડેએ જામનગરની જ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં અભ્‍યાસ કર્યો છે. ડો. દેશપાંડેના અનુભવી માર્ગદર્શન હેઠળ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો સમળદ્ધ વારસો વધુ મજબૂત બનશે. સાથે જ આયુર્વેદિક શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન અને વૈશ્વિક સ્‍તરે આયુર્વેદના પ્રચાર-પ્રસારમાં મોટું યોગદાન મળશે. તો આવનાર વાઇસ ચાન્‍સેલર સામે તાજેતરમાં જ ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી નું BAMS નું ત્રીજા વર્ષનું સળીયા તંત્ર-૧ નું પેપર લીક થયા બાદ ભારે હોબાળો મચ્‍યો હતો.

એક તરફ દિલ્‍હી અને દેશભરમાં નીટ ના પેપર મામલે યુવાનોની નારાજગી અને આંદોલન વચ્‍ચે ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીનો પેપર ફૂટવાનો મામલો ગરમાયો હતો આ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિરોધ નોંધવામાં આવ્‍યો હતો. અને ઇન્‍ચાર્જ વાઇસ ચાન્‍સેલર અને ભાવનગરના આયુર્વેદ કોલેજના રેગ્‍યુલર પ્રિન્‍સિપાલ એવા ડો. નરેશ જૈન સામે આક્ષેપો સાથે પેપર લીક મામલે ઉગ્ર આક્રોશ સાથે વિદ્યાર્થી સંગઠનો એ રોષ પણ ઠાલવ્‍યો હતો. જેથી આ મુદ્દે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્‍યારબાદ ગુજરાત સરકારે તાત્‍કાલિક અસરથી આ પેપર ફૂટવાના મામલે કોઈ ખુલાસો થયો નથી અને ડો. માનસી દેશપાંડેને રેગ્‍યુલર વાઇસ ચાન્‍સેલર તરીકે પોસ્‍ટિંગ આપવામાં આવી છે. ત્‍યારે સોમવારે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે. જેથી આવનારા સમયમાં પેપર લીક મામલે પણ નવા વી.સી. તપાસનો દોર સંભાળશે? કે શું? અને જૂની તપાસ સોંપાઈ છે તેમાં શું તથ્‍ય સામે આવ્‍યું છે. તે અંગે આવનારા સમયમાં ખબર પડશે.

આજે જોગાનું જોગ વિશ્વપ્રસિધ્‍ધ ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના નવનિયુક્‍ત કરાયેલા વાઇસ ચાન્‍સેલર જામનગર આવે તે પહેલાં આજે તેમનો જન્‍મદિવસ છે ત્‍યારે તેમને જન્‍મદિવસની પણ શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા મળી રહી છે અને વધુમાં નવા પદ માટે પણ શુભેચ્‍છા નો બેવડો ધોધ વહી રહ્યો છે. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(11:57 AM IST)