તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 8th August 2026
રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયાનો જન્મદિન

(હિતેશ ગોસાઇ દ્વારા હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૮: રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાનો આજે જન્મદિન હોવાથી તેમને ઠેર ઠેરથી વિવિધ માધ્યમો પર અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે ચાલીસ વર્ષમાં પ્રવેશ કરનારા અનિતાબેન ખાસ કરીને મહિલા વર્ગમાં લોકપ્રિય હોવાથી યુવા અવસ્થાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અનેકાએક કામો કરનારા અનિતાબેનની વફાદારીથી પ્રેરિત થઈ ભાજપના નેતાઓની ગુડબુકમાં હોવાથી તેમને જસદણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સુકાન સોંપવામાં આવ્યું જેમાં સળંગ અઢી વર્ષના કાર્યકાળમાં શહેરમાં કરોડો રૂપિયાના કાર્યો થયા જેથી નાગરિકોને ભારે રાહત મળી હતી હાલ પણ રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સક્રિય રહી મહિલાઓના ઉત્થાન અંગે ગુજરાત સરકારની અનેક મહિલા યોજના અંગે કાર્ય કરતાં અનિતાબેનના આજના જન્મદિન અંગે તેમને જિલ્લાભરમાંથી શુભેચ્છા અને શુભકામના મળી રહી છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
