<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

રાજકોટ યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ યજ્ઞેશ દવેનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ રાજકોટ યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ તથા બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશ દવેનો આજે જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ શહેર કોંગ્રેસ ઉપરાંત પડધરી કોંગ્રેસની વિવિધ સંગઠનાત્‍મક અને જનહિતલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ સામાજિક સંસ્‍થા 'બ્રહ્મ સંગમ' સાથે જોડાઈ સમાજસેવાના વિવિધ કાર્યોમાં પણ મહત્‍વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઉપરાંત, તબીબી ક્ષેત્રના અનેક ડોક્‍ટરો અને અગ્રણીઓ સાથે તેમનું બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. તેઓના જન્‍મદિને તેમના મો. ૮૭૩૩૯ ૩૦૩૦૩ ઉપર પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ, શુભેચ્‍છકો તરફથી શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(10:33 AM IST)