તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
મૂલ્ય અને માંગલ્યની મહેકવાળા પદ્મશ્રી ચંદ્રકાન્ત મહેતાનો જન્મદિન
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ પર શુભેચ્છા વર્ષા

રાજકોટઃ વિદ્વાનના વટવૃક્ષ સમાન મૈત્રી અને માંગલ્યની મહેકવાળા જાણીતા લેખક ડો.ચંદ્રકાન્ત મહેતાનો જન્મ તા.૬ ઓગષ્ટ ૧૯૩૯ના દિવસે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવવના ૮૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ ધોળકા તાલુકાના સરોડા ગામના વતની છે. વર્ષોથી તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવેલ છે. વિદ્યાર્થીકાળમાં સંઘર્ષ વેઠીને કારકિર્દીને ચમકાવી છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર જાહેર કર્યો છે.
મૂઠી ઉંચેરા માનવી ડો.ચંદ્રકાન્ત મહેતાએ શિક્ષણ સાહિત્ય પત્રકાર વગેરે ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે રહી ચૂક્યા છે. હીરામણી શિક્ષણ સંકુલમાં તેમની સેવા યાદગાર રહેલ. તેમના માર્ગદર્શન હેઠળ કેટલાય વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે.
પદ્મશ્રી ઉપરાંત સોહાર્દ પુરસ્કાર, સાહિત્ય ગૌરવ, ભારત ભૂષણ, લાઈફ ટાઇમ અચિવમેન્ટ, સુવર્ણચંદ્રક વગેરે સન્માન તેમની યશકલગીના છોગા છે. તેઓ ખરા અર્થમાં ઋષિકુળ પરંપરાના શિક્ષણત્વને ચરિતાર્થ કરી રહ્યા છે.( મો.૯૮૨૪૦ ૧૫૩૮૬)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
