<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્‍લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાનો આજે જન્‍મદિવસ

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૪: ‘‘આપ''ના રાજકોટ જીલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાનો આજે જન્‍મદિન છે. સામાન્‍ય ખેડૂત પરિવારમાં તારીખ  ૪-૮-૧૯૮૪ ના દિવસે જન્‍મેલા તેજસભાઈએ પોતાના જાહેર જીવનની શરૂઆત સામાન્‍ય કાર્યકર તરીકે કરી હતી.

યુવા નેતા તરીકે સારી લોકચાહના હાંસીલ કરી છે. વર્ષ ૨૦૨૨ ની ધારાસભા ચૂંટણીમાં જસદણ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી તેમણે બિજા ક્રમે મતો મેળવી સૌને અચંબિત કર્યા હતા.

હાલ તેઓ જસદણ - વિછીયા શહેર તેમજ પંથકના નાગરિકો સાથે સતત સંપર્કમાં રહી વિવિધ પ્રકારના પ્રશ્નોમાં સક્રિયતા દાખવી રહ્યા છે. તેજસભાઈ ગાજીપરાના જન્‍મદિવસ નિમિત્તે મો. ૯૯૨૫૦૧૬૧૦૯ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

(11:31 AM IST)