<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઇ મોદીનો આજે જન્‍મ દિવસ

જનકલ્‍યાણના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવતા સાગરભાઇને તેના જન્‍મદિને રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના આગેવાનો કાર્યકરો તથા નાગરિકો દ્વારા જન્‍મદિનની શુભેચ્‍છાઓનો ધોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદીનો આજે તા. ૦૪ ના રોજ જન્‍મદિવસ છે. જન્‍મદિવસના આ અવસરે પોરબંદર શહેર તથા જિલ્લાના રાજકીય, સામાજિક, ધાર્મિક અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો, કાર્યકરો, શુભેચ્‍છકો તેમજ નાગરિકો દ્વારા તેમને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

મેયર સાગરભાઈ મોદીએ સમાજસેવા, સંગઠનાત્‍મક પ્રવળત્તિઓ તથા જનકલ્‍યાણના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી જાહેરજીવનમાં આગવી ઓળખ ઊભી કરી છે. સતત લોકો વચ્‍ચે રહી તેમની સમસ્‍યાઓને સમજવી અને લોકહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્‍નશીલ રહેવાની તેમની કાર્યશૈલીને કારણે તેમણે લોકોમાં વિશેષ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.

સામાજિક ક્ષેત્રે સાગરભાઈ મોદી હાલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ, પોરબંદર શહેરના પ્રમુખ તરીકે, શ્રી લોહાણા મહાપરિષદ યુથ વિંગ, ઝોન-૨ (સૌરાષ્‍ટ્ર-૨)ના ઝોનલ ચેરપર્સન તરીકે તેમજ બાલા હનુમાન ગ્રુપના સ્‍વયંસેવક તરીકે જવાબદારી નિભાવી છે. સમાજમાં એકતા, સહકાર, સેવાભાવ અને યુવાનોની સક્રિય ભાગીદારી વધે તે માટે તેઓ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં સતત જોડાયેલા રહ્યા છે.

રાજકીય અને સંગઠનાત્‍મક ક્ષેત્રે સાગરભાઈ મોદીએ વિવિધ મહત્‍વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તા. ૩૧-૦૧-૨૦૨૧થી તા. ૧૫-૦૧-૨૦૨૪ સુધી જિલ્લા આઈ.ટી. સેલના કન્‍વીનર તરીકે જવાબદારી નિભાવ્‍યા બાદ તા. ૧૮-૦૨-૨૦૨૧થી જિલ્લા મીડિયા સેલના કન્‍વીનર તરીકે કાર્યરત છે. તા. ૨૩-૦૬-૨૦૨૧થી વર્ષ ૨૦૨૫ સુધી શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવ્‍યા બાદ તા. ૩૦-૦૩-૨૦૨૫થી શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની મહત્‍વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. ત્‍યારબાદ તા. ૨૮-૦૪-૨૦૨૬થી પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે તથા તા. ૨૬-૦૫-૨૦૨૬થી મેયર તરીકે કાર્યરત છે.

(11:03 AM IST)