<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મોટી ખોખરીના વતની પથુભા જાડેજા રાજકોટ નિવાસીનો ૬૯ મો જન્‍મદિવસ

 

મીઠાપુર, તા.૧: ટાટા કેમિકલ્‍સ મીઠાપુરના પુવૅ કમૅચારી અને પુવૅ ઉપ પ્રમુખ, રાજપૂત સેવા સમાજ મીઠાપુર તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પુવૅ પ્રમુખ રાજકોટ શહેર, પુવૅ પ્રમુખ દેવ ભુમિ દ્વારકા, પ્રભારીશ્રી, રાજકોટ શહેર તથા જીલ્લા, દેવ ભુમિ દ્ગારકા જીલ્લા.

પથુભા જાડેજા ૧૯૭૮ થી થાપર ગળપના સિગચ સોલ્‍ટમાં જોડાઈને જીદંગીની નવી શરૂઆત કરી અને ૧૯૮૬ માં ટાટા કેમિકલ્‍સ મીઠાપુરમા જોડાયા ત્‍યાર બાદ ૩૧.૦૭.૨૦૧૭ ના સેવા નિવળત થયને પોતાના વતન મોટી ખોખરી (તા.પડધરી)થી નજીક તેઓ રાજકોટ શહેરમાં સ્‍થિર થયા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં મહત્‍વના હોદા પર રહીને ઉમદા કાયૅ કરી રહ્યા છે. ઓખામંડળમાં પણ રાજપૂત સમાજને એક કરવામાં મહત્‍વની ફરજ અદા કરી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ૪ થી આંતર રાષ્‍ટ્રીય રાજપૂત  કોન્‍ફરન્‍સ દ્વારકા ૨૦૦૮ ની  મુખ્‍ય જવાબદારી સંભાળી હતી, તેમજ રાજકોટ સમુહલગ્નમાં પણ મહત્‍વની જવાબદારી સંભાળી રહ્યા છે. (મો. ૯૮૨૪૮ ૪૪૧૫૬)

(12:14 PM IST)