<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

બોલે મધુરવાણી, હિમાંશુ પજવાણીઃ એડવોકેટના જન્‍મદિનની વધામણી

મેંદરડાથી પ્રગતિના પગલા, રાજકોટમાં દોટ

રાજકોટ :. આયોજન, અભ્‍યાસ, અવલોકન, અભિવ્‍યકિત,

આતિથ્‍ય, અનુભવ અને આવડતના અદકેરા એડવોકેટ એટલે શ્રી હિમાંશુ રમણિકભાઇ પજવાણી. આજે તેઓ જાજરમાન જીવનના ૪૬માં વર્ષમાં પ્રવેશ નિમિતે સ્‍વર્ણિમ શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. (જન્‍મ તા. ૩૧ જુલાઇ-૧૯૮૧)

મૂળ મેંદરડાના વતની રઘુવંશી રત્‍ન રેવન્‍યુ એડવોકેટ શ્રી હિમાંશુ પજવાણી બહુમુખી પ્રતિભા છે. તેઓ રાજકોટ રેવન્‍યુ બાર એસો.ના સેક્રેટરી તેમજ આકાશવાણી સામેની જાણીતી તક્ષશિલા સોસાયટીના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમીનો મહોત્‍સવ સમિતિમાં ઉપાધ્‍યક્ષ તરીકે સેવા આપેલ. પરિશ્રમને પારસમણી માને છે. જન્‍મભૂમિમાં રોપેલ પ્રગતિનું બીજ કર્મભૂમિમાં વટવૃક્ષ થઇ ગયું છે. વ્‍યવસાયિક કુશળતા સાથે  માનવતા મહેકાવતા રહે છે. રોટલો રળવાની સાથે પ્રત્‍યેક કોળીયો મીઠો બનાવવાનું જાણે છે. આજે જન્‍મદિને તેમણે શુભેચ્‍છકોનો આભાર માની ભગવાનને પ્રાર્થના સાથે કહ્યું છે. ‘પ્રભુ આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ...

(મો. નં. ૯૮ર૪ર ૦૦૯રપ, રાજકોટ)

(11:35 AM IST)