<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

વોર્ડ નં.૮ના કોર્પોરેટર પ્રવીણ સેગલીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૮ના ભાજપના કોર્પોરેટર તથા આહિર સમાજના યુવા અગ્રણી શ્રી પ્રવીણભાઈ ભુપતભાઈ સેગલીયાનો આજે તા.૩૧ જુલાઈના જન્‍મદિવસ છે.  વર્ષોથી ભાજપ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.  તેઓ પ્રથમ વખત મહાનગર પાલિકાની ચૂંટણી લડી વોર્ડ નં.૮માં ભાજપના કોર્પોરેટર તરીકે જંગી બહુમતી વિજય મેળવ્‍યો હતો. રાજકીય ક્ષેત્ર ઉપરાંત તેઓ અનેક સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાઈ સમાજહિતના કાર્યો કરી રહ્યા છે. મુરલીધર યુવા ગ્રુપ, અલખધણી અન્નક્ષેત્ર, ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ, આહિર ર્બોડિંગ, આહિર શૌર્ય દિવસ સમિતિ સહિત વિવિધ સંગઠનોમાં તેઓ મહત્‍વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમના જન્‍મદિવસે શહેર ભાજપના આગેવાનો, સમાજના અગ્રણીઓ, મિત્રો, શુભેચ્‍છકો તથા પરિવારજનો દ્વારા  જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(10:50 AM IST)