<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ધ્રોલ ભાજપ આગેવાન સંજયસિંહ જાડેજાનો જન્‍મદિન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૩૧: ધ્રોલ શહેર ભાજપના અગ્રણી નેતા અને મૂળ હાડાટોડા ગામના વતની શ્રી સંજયસિહ જાડેજાનો આજે જન્‍મદિન છે. પ્રજાના સુખ-દુઃખમાં હંમેશાં સાથે રહેતા અને કોઈપણ ઇમરજન્‍સી કે મુશ્‍કેલીના સમયે મદદ માટે રાત-દિવસ જોયા વગર ખડેપગે રહેવાની તેમની આગવી કાર્યશૈલીને કારણે સમગ્ર વિસ્‍તારમાં તેઓ '૧૦૮' તરીકે વિશિષ્ટ છાપ ધરાવે છે. સંજયસિહ જાડેજાનો પરિવાર લોકસેવાના કાર્યોમાં સતત સક્રિય રહ્યો છે. તેમનાં ધર્મપત્‍ની શ્રીમતી શાંતુબા જાડેજા ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માંથી સતત બે ટર્મથી કાઉન્‍સિલર તરીકે પ્રજાના આશીર્વાદ મેળવીને વિસ્‍તારના વિકાસકામો અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં અગ્રેસર રહ્યા છે.

આજે સંજયસિંહ જાડેજાના જન્‍મદિન નિમિત્તે ધ્રોલ શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સામાજિક-રાજકીય અગ્રણીઓ તેમજ રૂબરૂ અને ટેલિફોનિક માધ્‍યમથી મોબાઈલ નંબર ૯૯૭૯૪ ૮૧૧૧૧ પર શુભેચ્‍છાઓનો સતત વરસાદ કરી રહ્યા છે.

(10:14 AM IST)