તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જસદણ ભાજપ પ્રમુખ વિજય રાઠોડનો કાલે જન્મદિન

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૩૦: જસદણ શહેર ભાજપ પ્રમુખ અને લુહાર સમાજના ઉદ્યોગપતિ વિજયભાઈ જયંતિભાઈ રાઠોડનો કાલે તા.૩૧ને શુક્રવારે જન્મદિન છે. તેઓ કાલે ૪૪મા વર્ષમાં પ્રવેશ કરશે.
જસદણ વિછીયા પંથકના તમામ સારા કાર્યમાં પોતાનું અનેરું યોગદાન આપનાર અને વેરભાવનાથી જોજનો દુર રહી તમામે તમામ સમાજમાં લોકપ્રિયતા હાંસલ કરનારા વિજયભાઈ વિદ્યાર્થીકાળથી રાષ્ટ્રવાદના વિચારથી રંગાઈ ભુતકાળમાં જસદણ શહેર યુવા ભાજપ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે તેમની કામગીરી બેનમુન રહી છે ખાસ કરીને લોકડાઉન અને વાર તહેવાર વિધાર્થી અને અનેક ગરીબ લોકોને આર્થિક મેડિકલ મદદ કરી છે. જાહેર જીવનમાં ભાજપ અને વ્યવસાયમાં થ્રેસર ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેઓને (મો.૯૬૦૧૫૧૧૧૧૧) ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ સૌ કોઈ પાઠવશે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
