તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
મયુર શાહ કી ભોર સુહાની, શામ સુનહરી, જન્મદિન કી શુભકામના કી દોપહરી...
સેવાના ક્ષેત્રમાં સૂરીલો સ્વર, કૃપા વરસાવે ઇશ્વર

રાજકોટઃ ભવ્ય રીતે ઉજવાતા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિના સદસ્ય, શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના માનદમંત્રી અને જાણીતા જૈન શ્રેષ્ઠી અને જીવદયા પ્રેમી શ્રી મયુરભાઈ શાહનો આજે જન્મદિવસ છે. જીવનમાં હંમેશા પરગજુ પ્રવળતિ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં અગ્રેસર અને મિલનસાર સ્વભાવનાં મયુરભાઈનાં જન્મદિવસે રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.શ્રી નયનપદ્મસાગર સુરીશ્વરજી મ.સા. તેમજ સદગુરુદેવ પૂ.પારસમુનિ મહારાજ સાહેબ અને પરમ શ્રોય પ.પૂ.ધીરજમુની મહારાજ સાહેબ, ગુજરાત રત્ન પ.પૂ.સુશાંતમુનિ મહારાજ સાહેબએ આશિર્વાદ પાઠવ્યા છે. આ ઉપરાંત મયુરભાઈનાં જમાઈ અનિક શેઠ લાડકી દિકરીઓ કિંજલ અને રાજવીએ શુભેચ્છા પાઠવી છે.
મયુરભાઈ શાહ રાજકોટમાં કાર્યરત બનેલ શ્રી પંચનાથ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે, શરૂઆતથી જ હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર કરી સેવાનું ઉત્કળષ્ઠ ઉદાહરણ પુરુ પાડેલ છે, હાલમાં તેઓ પંચનાથ હોસ્પિટલમાં માનદ્ મંત્રીની જવાબદારી વહન કરી રહેલ છે, કોરોના મહામારી દરમ્યાન મયુરભાઈ શાહએ હોસ્પિટલનાં ઓકસીઝનનાં પ્લાન્ટ માટે ૧ કરોડથી પણ વધુ રકમ એકત્ર કરવામાં નિમિત બનેલ. જૈન ઈન્ટરનેશનલ વેલફેર ઓર્ગેનાઈઝેશનનાં પ્રમુખ તરીકે કાર્યરત રહી જૈન ભોજનાલય કે જ્યાં દરરોજનાં ૭૦૦ થી પણ સાધર્મિક બન્ને ટાઈમ ભોજનનો લાભ ફકત રૂા.૧૦ નાં ટોકન દરથી મેળવી રહયા છે, આ સંસ્થામાં પણ મયુરભાઈ શાહ દ્વારા માતબર રકમનું અનુદાન એકત્રીત કરવામાં પણ નિમિત બની એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે. હાલમાં જ નિર્માણ પામેલ રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘનાં તેઓ પ્રમુખ છે અને ગુજરાતનો પ્રથમ તકતી રહીત ઉપાશ્રયનું નિર્માણ કરવામાં તેઓશ્રી સહભાગી બનેલ છે, હાલમાં ઉપાશ્રયની બાજુમાં જ મહારાજ-મહાસતીજીઓના સ્થિરવાસ માટે વૈયાવચ્ચ કેન્દ્રનું નિર્માણ કાર્ય પણ ઉત્સાહભેર મયુરભાઈ શાહ સંભાળી રહયા છે. પ્રતિષ્ઠીત ગારડી એવોર્ડ, પ્રાઈડ ઓફ રાજકોટ, સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર અને મનોરત્ન જેવા અનેક એવોર્ડથી મયુરભાઈ શાહને સન્માનીત કરવામાં આવેલ છે.
સિંહની ગર્જના જેવો અવાજ એમની ખાસીયત રહી છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કરનાર અને હાલમાં કીંજલ પ્રોપર્ટીઝનું સફળ સંચાલન કરતા મયુરભાઇ શાહ ભૂતકાળમાં જૈન સોશ્યલ ગ્રુપ-રાજકોટ મીડટાઉનનાં પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલમાં ચેરમેન તેમજ પંચનાથ ઈંગ્લીશ મીડીયમ સ્કુલનાં સેક્રેટરી તરીકે તેમજ જૈનમ્, જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન, વિશ્વ વણિક સંગઠન, દશાશ્રી માળી જૈન સમાજ, દીકરાનું ધર-વળધ્ધાશ્રમ, ફિલ્ડમાર્શલ બ્લડ બેંક, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય અને જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જૈન ભોજનાલય ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે, ભારતીય જનતા પક્ષમાં સતત ત્રણ ટર્મમાં કોષાધ્યક્ષ જવાબદારી વહન કર્યા બાદ પાર્ટીએ ફરી વખત મયુરભાઈને કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવેલ છે, તેમજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાનાં એડવાઈઝરી બોર્ડનાં સદસ્ય તથા જૈન ઈન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનનાં પ્રમુખ તરીકે બેનમુન સેવા આપી રહયા છે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ સદસ્ય, લોકસભાનાં ઉમેદવારનાં ત્રણ વાર અંગત મદદનીશ તરીકેની જવાબદારી સક્રિયતાથી સંભાળેલ હતી. ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીકટ ટેલીકોમ એડવાઈઝરી બોર્ડનાં સદસ્ય તરીકે સતત બે ટર્મમાં સેવા આપી ચુકેલ છે, તેમજ ગુજરાત રાજ્યનાં ચાઈલ્ડ રાઇટ્સ કમીશનનાં ડીરેકટર તરીકે ઉત્કળષ્ટ સેવા આપી ચુકેલ છે, શ્રી મયુરભાઈ શાહને તેમના જન્મદિવસે મોબાઇલઃ ૯૩૭૪૧ ૦૦૦૭૫, ૯૪૨૮૨ ૦૦૦૭૫ અને ઈમેઈલઃ mayurshah [email protected] ઉપર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
