તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જસદણના યુવા ભાજપ અગ્રણી કાર્તિકભાઈ હુદડનો જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૮: જસદણના યુવા ભાજપ અગ્રણી શ્રી કાર્તિકભાઈ આર. હુદડનો આજે ૩૦ મો જન્મદિવસ છે તેમણે બી.કોમ. ,એલ.એલ.બી., એલ.એલ.એલ., (કાયદામાં માસ્ટર ડિગ્રી ) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે તેઓ એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટ) ઉપરાંત પ્રમુખ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય ગોરક્ષા સર્વદલિય સમિતિ - ન્યુ દિલ્હી અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) માં નાનપણ થી જ શાખાના કાર્યકર છે અને તેઓ જસદણ તાલુકા અને શહેરમાં ૯ વર્ષ (૩ ટર્મ) થી ખૂબ સારી રીતે સંગઠનમાં જવાબદારી નિભાવી છે જ્યાર થી ભાજપની સ્થાપના થઈ ત્યાર થી તેઓનું કુટુંબ - પરિવાર ભાજપ સાથે પાયાથી જોડાયેલું છે તેઓ જીવદયા પ્રેમી એટલે કે પશુ-પક્ષી,કૂતરા, ગોમાતાં જેવા મૂંગા પ્રાણીઓની કાયમી સેવા કરે છે. તેઓના જન્મદિવસ નિમિત્તે અનેક ધર્મ - સંપ્રદાયોના વડા સાધુ- સંતો અને મુખ્યમંત્રીશ્રી તથા વરિષ્ઠ રાજકીય આગેવાનો અને અધિકારીઓ સહિતના લોકોએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમના મોબાઈલ નંબર ૯૦૧૯૩૧૧૧૧૧ ઉપર જન્મ દિવસની શુભેચ્છાનો ધોધ વર્ષી રહ્યો છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
