તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
રાજકોટ જીલ્લા ગૌરક્ષક દળના પ્રમુખ અભિષેક આશરાનો જન્મ દિવસ

રાજકોટ : ગૌ સેવાની નિષ્ઠા પૂર્વક સેવા કરતા તેમજ બીમાર ગાયને રેસ્કયુ કરી સારવાર, મળત ગાયને સમાધી જેવી ગૌ સેવા માટે સતત કાર્યરત રાજકોટ જીલ્લા ગૌ રક્ષકદળના પ્રમુખ અભિષેકભાઇ આશરાનો આજે જન્મદિવસ છે. ગૌવંશના અકસ્માતો ન થાય તે માટે રાજકોટ જીલ્લામાં અભિયાન ચલાવીને ૭ હજાર થી વધુ ગાયોને રેડીયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યો હતો. તેઓએ લમ્પી વાઇરસના પ્રકોપ દરમિયાન ૪૫૦ થી વધુ ગૌવંશની સારવાર કરી ગાયોને સ્વસ્થ કરી હતી. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને આરએસએસમાં સ્વયંસેવક તરીકે જોડાયેલા છે. તેઓને જન્મદિવસને શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
