<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

અમદાવાદના મ્‍યુ. કમિશનર બંછાનીધિ પાનીનો જન્‍મદિન

રાજકોટ સહિત ૪ મહાનગરોમાં યાદગાર સેવા

રાજકોટ :  અમદાવાદના વર્તમાન તથા રાજકોટ, સુરત અને વડોદરાના ભૂતપૂર્વ મ્‍યુનિસીપલ કમિશનર શ્રી બંછાનીધિ પાનીનો જન્‍મ તા. ૧પ જૂલાઇ ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના પ૧માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. રાજયના ૪ મોટા મહાનગરોમાં કમિશનર તરીકે કાર્ય કરવાનો તેમણે ઇતિહાસ સર્જયો છે. તેઓ મૂળ ઓરિસ્‍સાના વતની અને ર૦૦પ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી બંછાનીતિ પાની ભાવનગર અને સાબરકાંઠા જિલ્લા કલેકટર રાજયમાં ટેકનિકલ શિક્ષણ કમિશનર, ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં ચેરમેન વગેરે સ્‍થાનો પર યશસ્‍વી ફરજ બજાવી ચુકયા છે. વહીવટી ક્ષેત્રના બહોળા અનુભવી અધિકારી છે. કારકીર્દીના પ્રારંભે કચ્‍છના અંજારમાં મદદનિશ કલેકટર હતાં. એમ. ફીલની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-રપ૩૯૧૮૧૧, મો. ૯૯૭૮૪ ૪૪૭૭૯-અમદાવાદ . 

(11:34 AM IST)