<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

કોડીનારઃ શિવસેના જીલ્લા પ્રમુખ રાજુભાઇ બાંભણીયાનો જન્‍મદિન

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૧૪: કોડીનાર તાલુકા સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્‍લામાં જનસેવા અને ગૌસેવાના પર્યાય બનેલા શિવસેના ગીર સોમનાથ જિલ્‍લા પ્રમુખ અને કોડીનાર નગરપાલિકાના સદસ્‍ય રાજુભાઈ બાંભણિયા આજે જન્‍મદિન છે. દાદા સ્‍વ.લક્ષ્મણભાઈના સેવાના વારસાને રાખ્‍યો જીવંત કોડીનાર તાલુકાના કોળી સમાજના હૃદયસમ્રાટ અને સામાજિક અગ્રણી સ્‍વ. લક્ષ્મણભાઈ બાંભણિયાએ સમાજ ઉત્‍થાન માટે જે ઐતિહાસિક કાર્યો કર્યા હતા, તેને પૌત્ર રાજુભાઈ બાંભણિયા કોડીનાર પંથકમાં લોકસેવાની સુવાસ ફેલાવી રહ્યા છે.

તેમના આ પ્રશંસનીય સેવાકાર્યોથી પ્રભાવિત થઈને જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૬ માંથી રાજુભાઈને ભાજપની ટિકિટ ફાળવવામાં આવી હતી. જેમાં જનતા જનાર્દને તેમને ભારે બહુમતીથી વિજયી બનાવી નગરપાલિકાના સદસ્‍ય તરીકે ચૂંટી કાઢ્‍યા હતા. નગરસેવક બન્‍યા બાદ પણ તેઓ પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યશીલ રહ્યા છે.

(11:32 AM IST)