તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
પી.એસ.આઇ. એમ.એમ. કુંભારવાડિયાનો આજે જન્મદિન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૦: ધ્રોલ પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ જામનગર સીટી ‘‘સી'' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા બાહોશ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) શ્રી એમ. એમ. (મોહિતભાઈ માણંદભાઈ) કુંભરવાડિયા આજે પોતાના જીવનના ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે સ્નેહીજનો અને પોલીસ બેડામાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
મૂળ મોરબી જિલ્લાના કોયલી ગામના વતની એવા મોહિતભાઈ કુંભરવાડિયાએ પોલીસ વિભાગમાં પોતાની નિષ્ઠાવાન અને પ્રજાભિમુખ કામગીરીથી આગવી ઓળખ ઉભી કરી છે. બે વર્ષ પૂર્વે તેઓ ASI માંથી પ્રમોશન મેળવીને PSI બન્યા હતા અને કચ્છ-ભુજ ખાતે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓએ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે શાનદાર ફરજ બજાવી હતી અને ધ્રોલ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
તાજેતરમાં જ થોડા દિવસો પહેલાં તેમની બદલી ધ્રોલથી જામનગર ખાતે કરવામાં આવી છે, અને હાલ તેઓ જામનગર સીટી ‘‘સી'' ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સરાહનીય સેવાઓ આપી રહ્યા છે. ગુનેગારોમાં કડક અને પ્રજામાં એક મિલનસાર અધિકારી તરીકેની તેમની છાપ રહી છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સહકર્મીઓ, મિત્ર વર્તુળ, અને સ્નેહીજનો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪ ૫૮૧૩૪ પર ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
