<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જસદણના પત્રકાર દિપકભાઈ રવિયાનો આજે ૪૪મો જન્‍મદિવસ

જસદણ તા.૧૦: જસદણ અને વીંછીયા પંથકમાં લાંબા સમયથી નીડર, નિષ્‍પક્ષ અને લોકાભિમુખ પત્રકારત્‍વ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર દિપકભાઈ રવિયા આજે તા.૧૦ જુલાઈના રોજ ૪૩ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૪૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. દિવ્‍ય ભાસ્‍કર સાથે જોડાયેલા દિપકભાઈ રવિયાએ ભૂતકાળમાં પણ વિવિધ પ્રતિષ્ઠિત અખબારો અને ઇલેક્‍ટ્રોનિક મીડિયા ચેનલોમાં પોતાની ધારદાર કલમ અને પત્રકારત્‍વનો પરિચય આપ્‍યો છે. જનતાના પ્રશ્નોને હમેશાં વાચા આપતા દિપકભાઈ રવિયાના જન્‍મદિવસ નિમિત્તે પત્રકાર મિત્રો, રાજકીય-સામાજિક આગેવાનો અને શુભેચ્‍છકો તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪૧૩૫૭૦  ઉપર જન્‍મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(10:00 AM IST)