તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
અમરેલીના સેવાભાવી- ભાજપ અગ્રણી ડો.ભરતભાઇ કાનાબારનો જન્મદિન

રાજકોટ, તા.૯: અમરેલીના જાણીતા ગોલ્ડ મેડાલિસ્ટ તબીબ અને સામાજિક કાર્યકર ડો. ભરતભાઈ કાનાબારનો આજે જન્મદિવસ છે. ડો. કાનાબાર માત્ર ડોક્ટર તરીકે જ નહીં પરંતુ સેવા, રાજકારણ અને મિત્રતાના કારણે પણ જિલ્લામાં જાણીતા છે.
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા ડો. કાનાબાર હાલ અમરેલી રેડક્રોસ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. રક્તદાન, આરોગ્ય શિબિરો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે સારવાર-દવાઓ અપાવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમની ઓળખ ‘‘દર્દીનું દુઃખ પહેલા સમજતા ડોક્ટ''અને ‘‘અડધી રાતે પણ મદે દોડતા મિત્ર'' તરીકે છે. રાજકારણ, સહકાર, સમાજ અને ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો સાથે તેમના આત્મીય સંબંધો છે. પૂર્વ CM વિજય રૂપાણીથી લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુધી અનેક નેતાઓ સાથે તેમનો સંપર્ક રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પણ તેમનો લાંબા સમયથી સંપર્ક હોવાનું જાણવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ તેઓ નિર્ભયતાથી પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતા છે. ડો. ભરતભાઇ કાનાબારના (મો. ૯૪૨૬૯ ૧૪૬૭૭) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
