News of Tuesday, 7th July 2026
નામ જીતુ ભટ્ટ, કામ ફટાફટ : જનપ્રિય જનસેવકનો જન્મદિન
રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી મજાના અને મોટા ગજાના

રાજકોટ : જાહેર જીવનમાં વર્ષોથી સેવાના ભરપુર ભાવથી અને સાદગીના શાનદાર પ્રભાવથી પ્રવૃત રહેલા જાણીતા જનસેવક શ્રી જીતુ ભટ્ટ માટે આજે ૭ જુલાઇ વિશેષ યાદગાર દિવસ છે. આજે તેમણે ૭રમાં વર્ષમાં પ્રવેશ કરતા જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.
શ્રી જીતુ ભટ્ટ કોંગ્રેસની વિચારધારાવાળા છે તેઓ કોર્પોરેટર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વગેરે પદ પર રહી ચૂક્યા છે. હાલ રાજકોટની જુની અને જાણીતી રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પ્રશંસનીય કામગીરી કરી રહ્ના છે. જીતુ ભટ્ટ કી કહાની, હરદિન સુહાની. મો. ૯૮ર૪ર ૧૧૧૪૧ રાજકોટ.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
