News of Tuesday, 7th July 2026
જસદણ બ્રહ્મ સમાજ અગ્રણી ભાજપના પંકજભાઈ ચાંવનો આજે જન્મ દિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણઃ તા.૭: જસદણ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી અને જસદણ નગરપાલિકાના પુર્વ કારોબારી ચેરમેન તેમજ જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ, જસદણ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ શ્રી શિહોરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અનેક સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા જસદણ બ્રહ્મ સમાજના આગેવાન ખુબજ મોટુ મિત્ર વર્તુળ ધરાવતા પંકજભાઈ ચાંવનો આજે જન્મ દિવસ છે. દાયકાઓથી જસદણ નગરપાલિકાના રાજકારણ સાથે સંકળાયેલા તેમજ બુદ્ધિજીવી, રાજકીય અભ્યાસુ ઉપરાંત હંમેશા હકારાત્મક અભિગમ ધરાવતા પંકજભાઈ ચાવ મોટા રાજકીય અગ્રણી હોવા છતાં જમીન ઉપરના માણસ તરીકે સરળ વ્યક્તિત્વ ધરાવે છે. રાજકીય સામાજીક તેમજ બહોળું મિત્રવર્તુળ ધરાવતા પંકજભાઈના મોબાઈલ નંબર ૯૪૨૬૯-૩૦૬૫૦ ઉપર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
