તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
દિનેશભાઇ સવસાણીનો આજે જન્મદિવસ
લાલપુર તાલુકાના રાફુદડ ગામના મદદનીશ શિક્ષક, હનુમાનદાદાના ભકત

રાજકોટ તા.૭: આજે તા. ૭નાં રોજ દીનેશભાઈ પરસોતમભાઈ સવસાણી નો જન્મદિવસ છે. દીનેશભાઈ પ૪ વર્ષ પૂર્ણ કરી પ૫ વર્ષમાં પ્રવેશ કરશે. મદદનીશ શિક્ષક તરીકે જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના રાફુદડ ગામે ફરજ બજાવે છે. તેઓ સંગીત શિક્ષા વિશારદ છે તથા તેઓ સંપૂર્ણપણે બ્લાઈન્ડ તથા અપરિણત છે. દીનેશભાઈ સવસાણી છેલ્લા ઘણા વર્ષોથી ૧૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ રાજકોટ, સૂરત, જામનગર, ધ્રોલ, જુનાગઢ ભાવીકો દ્વારા બોલાવવામાં આવતા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિનાં આખી રાત, કોઈ પણ જાતનું ભોજન, પાણી લીધા વિના હારમોનીયમ વગાડતા વગાડતા ગાતા ગાતા અલગ અલગ રાગમાં કરાવે છે.
તેઓનાં રાજકોટ, જામનગર, સોેરાષ્ટ્ર,ગુજરાત,ભારત જ નહી બલ્કે વિદેશમાં ભકતો અને ભાવીકો તેમની સાથે મોબાઈલ દ્વારા સંપર્કમાં રહી પ્રભુભકિત તથા ધર્મચીંધ્યા માર્ગે આગળ વધતા રહે છે. હનુમાન દાદાના આશીર્વાદ થી તેમની છઠ્ઠી ઈન્દ્રીય ડેવલ્પ છે. બહુ જ સારા જ્યોતિષી છે. ગીતાજીનાં દરેક શ્લોક પૂર્ણપણે કંઠસ્થ છે સાથોસાથ તેનું ભાષાંતર તથા અર્થ પણ તેઓ જીજ્ઞાસુ વ્યકિતઓને સારી રીતે સમજાવી જાણે છે.આજનાં દિવસે તેમને (મો.નં. ૯૯૧૩ર ૯૯૬પ૪) ઉપર ધર્મપ્રેમી ભાઈ બહેનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
