તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાજકોટના યુવા એડવોકેટ અમિત ગડારાનો જન્મદિવસ

રાજકોટ, તા.૧: રાજકોટ ડિસ્ટીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમા તેમજ બહારગામની સેસન્સ કોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજવતા વકીલશ્રી અમિત વી.ગડારાનો આજરોજ તા.૦૧/૦૭/૨૦૨૬ ના રોજ જન્મદિવસ છે. જેમનો જન્મ જામનગર તાલુકાનુ ગામ મું.ધ્રાંગડા મુકામે થયેલ ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ ગામડે સરકારી સ્કુલમા પુરી કરીને, કોલેજના અભ્યાસ માટે રાજકોટ મુકામે સ્થાયી થયેલ અને એલ.એલ.બીનો અભ્યાસ પણ પાંધી ઈગ્લીશ મીડીયમ લો કોલેજ-રાજકોટ ખાતે પુર્ણ કરેલ તેમજ લો ના અભ્યાસ દરમ્યાન જ કોર્ટ પ્રેકટીશ શરુ કરી દીધેલ હતી. જેમણે રાજકોટને કર્મભુમિ માનીને મહેનત કરી, વકીલ તરીકે રાજકોટમાં સારી એવી નામના મેળવેલ છે. હાલ તેઓ છેલ્લા આઠેક વર્ષથી રાજકોટના એડવોકેટ શ્રી અભયભાઈ ભારદ્વાજના જુનીયર રહી ચુકેલા શ્રી અલ્પેશભાઈ પોકીયા (પી એન્ડ આર લો ચેમ્બર્સ)ની સાથે વકીલાત કરે છે તેમજ રાજકોટ મુકામે તેમજ બહારગામની સેસન્સ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમાં હાલ તેઓ પ્રેકટીસ કરે છે. તેઓ તેમના સીનીયર અલ્પેશભાઈ પોકીયા(પટેલ) ને વ્યવસાયીક ગુરુ માને છે. પોતાનો સફળતાનો સંપુર્ણ શ્રેય પોતાના માતા-પીતા તથા ગુરુને આપે છે. રાજકોટની વિકાસ શરાફી સહકારી મંડળી, તુલસી શરાફી સહકારી મંડળી, ઘનવર્ષા કેડીટ કો.ઓપ.સો., પરીન ક્રેડીટ કો.ઓપ.સોસાયટી, જશ કેડીટ કો.ઓપ. સોસાયટી, વિગેરે મંડળીમા કાનુની સલાહકાર તરીકે સેવા આપી રહેલ છે, તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સમાજ પ્રત્યે રહેલ માન, લાગણીને માન આપી પોતાની સેવા આપે છે. તેમજ રાજકોટ ફેમીલી કોર્ટમાં લીગલ પેનલમા પણ ભુતપુર્વ એડવોકેટ તરીકે સરકાર તરફે લગ્ન વિષયક કેસ કાર્યવાહીમાં આર્થિક રીતે નબળા પક્ષકારોને પણ કાનુની સેવા આપેલ હતી. અનેક ચકચારી કેસોમા પોતાના અસીલને કાનુની આંટી ઘુંટીમાંથી પસાર થઈને ન્યાયની સીડી સુધી પહોંચાડેલ છે. તેમના જન્મદિવસ નીમીતે મિત્રો, તોહીઓ, સગા વ્હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો.નં.૯૭૨૬૭૭૪૦૪૮ ઉપર શભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
