તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
આયુષ ડૉકટર ફેડરેશન ઓફ રાજકોટના પ્રમુખ ડૉ. વેકરીયાનો જન્મદિવસ

રાજકોટઃ આજે ૧ જૂલાઇ, ડૉક્ટર્સ ડે છે, જોગાનુજોગ સામાજીક અને તબીબી ક્ષેત્રે પોતાની સેવાઓ આપતા રાજકોટ શહેરના નામાંકિત પ્રોક્ટોલોજીસ્ટ ડૉ. એમ.વી. વેકરીયાનો પણ જન્મદિન છે. તેઓ ૬૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. તેઓ જૂનાગઢ જિલ્લાના નવાગામમાં એક સત્સંગી અને સંસ્કારી ખેડૂત પિતા શ્રી વીરજીભાઇ તથા માતળશ્રી પાર્વતીબેનના પરીવારમાં જન્મ્યા હતાં. છેલ્લા ૪૦ વર્ષોથી તેઓ તબીબી ક્ષેત્રે તેમજ સેવાકીય ક્ષેત્રે યશસ્વી કામગીરી કરી રહ્યાં છે. ડૉ.એમ.વી.વેકરીયાની ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટ ના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી થયેલ છે. હરસ, મસા-ભગંદરની સારવાર માટે સતત નવી નવી પધ્ધતિઓ તેમજ ટેકનોલોજીઓનો અભ્યાસ કરી સફળતાપૂર્વક ૩ર હજાર દર્દીઓના ઓપરેશનો કરી ચૂકયા છે. તેમના પુત્ર ડૉ.બાહુલ વેકરીયા ગિરિરાજ હોસ્પિટલમાં કાર્ડીયાક સર્જન તરીકે અને પુત્રવધૂ ડૉ.વિશ્વા બાહુલ વેકરીયા, રાજકોટ સિવીલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ તરીકે સેવા આપી રહેલ છે. તેઓની પુત્રી બંસી વેકરિયાએ માસ્ટર ઓફ આર્કિટેક્ટ કરેલ છે તથા ઓસ્ટ્રેલિયામાં સરકારી જોબમાં સેવા આપી રહેલ છે.તેઓ છેલ્લી ચાર ટર્મથી બીજેપી ડૉક્ટર્સ સેલમાં સહકન્વીનર પદ પર ૧૨ વર્ષ સેવા આપી ચૂકયા છે અને હાલમાં બીજેપીમાં તેમની કાયમી આમંત્રિત સભ્ય તરીકે નિમણુંક થયેલ છે, અને રાજકોટ ડૉક્ટર્સ ફેડરેશનના કાયમી ફાઉન્ડર મેમ્બરપદે સેવા આપી રહ્યાં છે. કાલાવડ-યુનિવર્સિટી રોડ ડૉક્ટર્સ એસોસીએશનના પૂર્વપ્રમુખ તેમજ સતત ૧૨ વર્ષથી ચેરમેનપદે સેવા આપેલ છે. કોલેજ કાળમાં વિદ્યાર્થી સંગઠનના યુનિવર્સિટી પ્રેસિડન્ટ રહી ચુકયા છે અને તેઓ દેશ-વિદેશની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેતા રહે છે.
ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે આયુષ શિરોમણી એવોર્ડ માટે ગુજરાતમાંથી માત્ર એક જ ડૉકટર સિલેક્ટ થયેલ હતા. તેમજ આપણા પૂર્વ સાંસદ શિવલાલ વેકરીયા, અમરેલીના ધારાસભ્ય અને માનનીય કેબિનેટ મિનિસ્ટર ી કૌશિક વેકરીયા અને લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા વેકરીયા પરિવારના મિત્રોને હસ્તે પરિવાર રત્ન એવોર્ડ, મેળવેલ તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધન્વંતરી એવોર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, કર્મવીર એવોર્ડ, સૌરાષ્ટ્રનો બેસ્ટ પ્રોક્ટોલોજીસ્ટ એવોર્ડ અને એમિનન્સ એવોર્ડ પણ મેળવેલ છે તેમજ અક્ષર નિવાસી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના હસ્તે સન્માન પત્ર મેળવેલ છે તેમને તેમના જન્મદિનના અવસરે તેમના મો. નં. ૯૮૨૪૦ ૬૬૩૨૧ ઉપર મિત્ર વર્તુળ તથા શુભેચ્છકોની શુભકામનાઓની વર્ષા થઇ રહી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
