<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જામનગરના ગૌસેવક અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્‍યક્ષ સુરેશભાઈ વસારાનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧: જામનગર જિલ્‍લા આહીર સમાજનું ગૌરવ, લાખો યુવાનોના પ્રેરણા સ્‍ત્રોત અને જાણીતા ગૌસેવક સુરેશભાઈ વસારાના જન્‍મદિવસ નિમિત્તે આજે તેમના શુભેચ્‍છકો, રાજકીય અગ્રણીઓ, મિત્ર વર્તુળ અને પરિવારજનો દ્વારા વહેલી સવારથી જ શુભેચ્‍છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્‍યક્ષ તરીકે કાર્યરત અને પોતાના સેવાકીય કાર્યો માટે જાણીતા સુરેશભાઈ વસારાએ જામજોધપુર અને લાલપુર તાલુકાના અંતરિયાળ વિસ્‍તારોમાં અનન્‍ય ગૌસેવા કરી છે.

તેમણે આ વિસ્‍તારોના ૧૦૦થી વધુ ગામોમાં વસતા ખેડૂતો અને માલધારીઓની વ્‍હાલી ગૌમાતાઓ માટે નિઃશુલ્‍ક સારવાર અને દવાની સુવિધા પૂરી પાડી છે. ગૌ સેવા એ જ મારી સેવાના મંત્રને સાર્થક કરીને તેમણે હજારો અબોલ ગાય માતાઓને નવજીવન આપ્‍યું છે, જેના કારણે લોકહૃદયમાં તેમણે એક આગવું સ્‍થાન મેળવ્‍યું છે.

તેમના જન્‍મદિવસના આ મંગલ અવસરે તેમના સાથીદારો અને શુભેચ્‍છકો દ્વારા ભગવાન દ્વારકાધીશ અને પૂજ્‍ય માં મોગલના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી છે કે ભાઈ સુરેશભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, સ્‍વસ્‍થ તથા નિરોગી રહે અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે. આજે વહેલી સવારથી જ મો- ૯૯૭૯૮ ૫૦૮૨૯ પર કોલ મેસેજ માધ્‍યમથી લોકો તેમને આશીર્વાદ સહ શુભકામનાઓ પાઠવી રહ્યા છે

(9:55 AM IST)