તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
શહેર ભાજપ બક્ષીપંચ મીડિયા સેલના રાજેનભાઇ સિંધવનો જન્મદિન

રાજકોટ : રાજેનભાઇ કે. સિંધવનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજ પ્રા.શાળા, રાજ વિદ્યાલય, રાધે પ્રા.શાળાના ટ્રસ્ટી છે. વોર્ડ નં.૨માં ભાજપમાં સામાન્ય કાર્યકરથી શરૂઆત કરેલ અને બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ દિનેશ ટોળિયાની અધ્યક્ષતા હેઠળ વોર્ડ નં.૨, જૂનો-૧૪માં બક્ષીપંચ મોરચાના પ્રમુખ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાં મંત્રી, રાજકોટ શહેરભાજપ બક્ષીપંચ મોરચામાં ઉપાધ્યક્ષ, મહામંત્રી, શહેર ભાજપ કિસાન મોરચામાં જવાબદારી સંભાળેલ હતી. રાજેનભાઇ સિંધવને જન્મદિને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલારા, મેયર નહેલભાઇ શુકલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઇ માટીયા, રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ નિલેશભાઇ જલુ એ શુભેચ્છા પાઠવેલ છે. મો.૯૮૨૪૨ ૧૭૩૨૫
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
