તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
શહેર ભાજપ વ્યાપારિક સેલના કન્વીનર યોગેશ પાંચાણીનો જન્મદિન

રાજકોટ : યુવા ઉદ્યોગપતિ અને શ્રીજી ગોૈશાળા, એનીમલ હેલ્પલાઇન, સદભાવના વૃધ્ધાશ્રમ, ગુફેશ્વર મહાદેવ ગોૈશાળા, અસ્મીતા ફાઉન્ડેશન, મેપ ગ્રુપ સાથે જોડાયેલા યોગેશભાઇ પાંચાણી (પટેલ)નો આજે રોજ ૪૬ મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચીત છે. ભાજપમાં વ્યાપારિક સેલ રાજકોટ શહેરના કનવીનર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. જીવપ્રેમી છે. યુ.એસ.એ.માં યોજાતા ‘ચાલો ગુજરાત'-આયના સંસ્થાના એકઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે કાર્યરત છે. યોગેશભાઇ પાંચાણી (પટેલ)ને જન્મદિને (મો.૯૮૨૪૨ ૧૨૪૮૦) શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
