તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
સોમનાથ મંદિર જનસંપર્ક અધિકારી ધ્રુવ જોશીનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈધ દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧પઃ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પી.આર.ઓ તેમજ આઇ.ટી તેમજ સોમનાથ તીર્થયાત્રી વિભાગના અધિકારી ધ્રુવ જોશી નો આજ ૧૫ જૂને જન્મદિવસ છે. વેરાવળ ખાતે તા. ૧૫- ૬- ૯૨ ના રોજ જન્મેલા તેઓને પત્રકારત્વ અને સુંદર કેમેરા દ્રશ્યાંકન નો બહોળો અનુભવ છે. સોમનાથ ટ્રસ્ટના ડિજિટલ માધ્યમથી તેઓ સમગ્ર વિશ્વના શિવભક્તોને સોમનાથ મંદિરના પર્વો,દર્શન અને પ્રસંગો ઉત્તમ રીતે પ્રસ્તુત કરતા રહે છે. પોતાની અંગત સુઝથી અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રસંગ પ્રસ્તુતિમાં પણ સંગીતમય શિવ સ્તુતિઓ, પ્રાચીન ગ્રંથોના શબ્દો અને લેખનથી કાર્યરત રહે છે. તેઓના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મો. ૯૪૨૬૨૮૭૬૩૮ ઉપર થઈ રહ્યો છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
