તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
ભાજપનો રંગ, લોકસેવાનો સંગ, રાજુ ડાંગરના જન્મદિનનો ઉમંગ
કુદરત કરશે ઘણી મહેર, ફરી આવશે ‘લહેર' : રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પર શુભેચ્છા વર્ષા

રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી રાજુભાઇ એલ. ડાંગર માટે આજનો સૂરજ વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે.
તેમનો જન્મ તા. ૧પ જૂન ૧૯૭૯ ના દિવસે થયેલ આજ યશસ્વી જીવનના 48માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ ગોંડલ પાસેના સુલતાનપુર ગામના વતની છે. અગાઉ ગોંડલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. તેમનું જાહેર જીવન લોકસેવાના માધ્યમથી ઝળહળી રહ્યું છે. સેવા સહકાર અને સમર્પણ તેમની આગવી ઓળખ છે. જન્મદિવસ નિમિતે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. ૯૯રપ૧ ૧પ૦૭૦ રાજકોટ
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
