News of Wednesday, 10th June 2026
જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સમાજના સેવાભાવી સી.વી.જોશીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૦: રાજગોર બ્રાહ્મણ સમાજના નિસ્વાર્થ સેવાભાવી અગ્રણી અને વડીલ સી.વી. જોશીનો આજે જન્મદિન છે.
રાજગોર બ્રાહ્મણ સમાજના હરેક કાર્યમાં નિસ્વાર્થ ભાવે સેવામાં હંમેશા આગળ રહેનારા સી.વી. જોશી સમાજના દરેક સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યોમાં નિસ્વાર્થ ભાવે યોગદાન આપવા માટે જાણીતા છે. તેમની સમાજ પ્રત્યેની લાગણી અને સેવાભાવના બદલ સમાજના લોકો તેમને ખૂબ માન આપે છે. જન્મદિવસ નિમિત્તે મો.૯૪૨૬૯ ૩૩૬૫૫ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
