તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
કૌશિક વેકરિયા મંત્રી બન્યા પછી આજે પ્રથમ જન્મદિન

રાજકોટ :. રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ તથા કાયદો અને ન્યાય તંત્ર વિભાગના રાજયકક્ષાના મંત્રી તથા અમરેલીના તરવરિયા યુવા ધારાસભ્ય શ્રી કૌશિક કાંતિભાઇ વેકરિયાનો જન્મ ૯ જુન ૧૯૮૬ ના દિવસે થયેલ આજે ૪૧માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મુળ અમરેલી જિલ્લાના દેવરાજિયા ગામના વતની છે. બી.કોમ.ની પદવી ધરાવે છે. અમરેલી માર્કેટયાર્ડના ડીરેકટર છે. ભાજપના જિલ્લા મહામંત્રી અને પ્રમુખ તરીકે રહી ચુકયા છે. દેવરાજિયા સરપંચ તરીકે ગામને નમૂનેદાર બનાવેલ.
તેમણે ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક બન્યા પછી અમરેલીના વર્ષો જુના કામો હાથમાં લઇ વિકાસની યાત્રા આગળ વધારેલ તે અવિરત છે. સામાજિક અને સેવાકીય કામોમાં અગ્રેસર રહ્યા છે. રાજકીય કુનેહ અને પ્રજાના પ્રશ્નોનીે વાજબી રીતે ઉકેલવાની આવડતને લીધે ટુંકા સમયમાં પોતાનું રાજકીય કદ વધારવામાં સફળ રહ્યા છે. દરેક વર્ગને સાથે રાખી ચાલવાનો અભિગમ ધરાવે છે. આજે જન્મદિન નિમિત્તે શ્રી કૌશિક વેકરિયા પર અનારાધાર શુભેચ્છા વરસી રહી છે.
મો. ૯૪ર૬૪ ૪ર૭૦૩ ગાંધીનગર
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
