News of Saturday, 9th May 2026
જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ આકાશવાણીના નિવૃત (આસિસ્ટંટ એન્જિનિયર) અને જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતાનો આવતી કાલે તા.૧૦ ના ૬૮ મો જન્મદિવસ છે. તેઓએ ૩૦ વખત રકતદાન કરેલ છે તેમજ પ૬ રકતદાન કેમ્પનું આયોજન કરેલ, જેમાંથી ૧૩ રકતદાન કેમ્પ તો બેસણામાં કરેલ છે. નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટમાં ર૩ વર્ષથી માનદમંત્રી તરીકે સેવા આપે છે. જેમાં છેલ્લા બાર વર્ષમાં ૪૦ ચક્ષુદાન તથા ૭ દેહદાન કરાવેલ છે. અત્યાર સુધીમાં ૮૬૦ ચક્ષુદાન અને ૬૯ દેહદાન અને પ૧ સ્કીન ડોનેશન ટ્રસ્ટ દ્વારા કરેલ છે. ઉમેશ મહેતાના જન્મદિનની પુર્વ સંધ્યાથી જ તેમના મો. ૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર શુભેચ્છાઓ થઇ રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
