News of Thursday, 30th April 2026
શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષા

રાજકોટ, તા. ૩૦ : શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજાનો આજે તા.૩૦ ના જન્મદિવસ છે.
યોગેન્દ્રસિંહ જાડેજા કિશોરાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ પાર્ટીમાં અનેકવિધ જવાબદારીઓ સંભાળી રહયા છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાથી શરૂ કરી વોર્ડ નં. ૧૨ ના પ્રમુખ તરીકે તેમજ તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ તમામ જવાબદારીઓ ખુબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક સંભાળી ચુકયા છે. વર્ષ ૨૦૨૬ ની શરૂઆતમાં તેમની ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીને ધ્યાને લઇ તેઓની રાજકોટ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.
તેઓ રાજકોટ સ્થિત શ્રેયસ વિદ્યાલય તથા સાગર પ્રાથમિક શાળાના ટ્રસ્ટી તરીકે, ઉદેશ્વર સોમનાથ મહાદેવ સેવા સમિતિના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જયારે માં આશાપુરા યુવા ગ્રુપ પદયાત્રી સેવા કેમ્પમાં ખજાનચી તરીકે, તેમજ વોર્ડ નં ૧૨ના કરણી સેનાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી ચુકયા છે. તેઓ ગુજરાત રાજપૂત યુવા સંઘના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ અંતર્ગત મો. નં. ૯૯૧૩૬૦૨૦૨૦ તેમને સગા સંબંધી, તોહીશ્રીઓ, મિત્રો, રાજકીય તેમજ સામાજીકક્ષેત્રના શુભેચ્છકો તરફથી શુભેચ્છા મળી રહી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
